Politics
Why has US paused visa appointments worldwide? Here’s what Trump’s latest immigration crackdown means for Indian applicants
August 26, 2026
1,175 views
નવસારીમાં ભારતીય બહુજન હિતાય સંઘના સંસ્થાપક એડવોકેટ પરેશકુમાર વાટવેચા, વિપુલ મકવાણા, રમેશ ભાઈ સાથે છાત્રો દ્વારા કલેક્ટર મારફત રાષ્ટ્રપતિને ઉદ્દેશીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિને ઉદ્દેશીને ભારતીય બહુજન હિતાય સંઘ અને ઝેન ઝી છાત્ર સમૂહ દ્વારા નવસારી ક્લેકટરને આપેલ આવેદનમાં જણાવ્યું કે તાજેતરમાં લેવાયેલ નીટ (NEET) પરીક્ષામાં શાસક પક્ષના કાર્યકર્તાના મેળાવડામાં પેપર લીક કરીને ધોરણ-12 સાયન્સ બી ગ્રુપના દેશના 22 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓનું ભાવી જોખમમાં મૂકવામાં આવ્યું છે. દેશમાં શૈક્ષણિક ક્ષેત્રે થઈ રહેલા ગોટાળા અને ભ્રષ્ટાચારથી ભાવિ પેઢી આઘાતમાં છે અને કેટલાક વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આત્મહત્યા કરી રહ્યા છે. આ ગંભીર બાબતે શાસકો દ્વારા એક શબ્દ પણ બોલવામાં આવતો નથી. નીટની પરીક્ષા ફરીથી લેવામાં આવે અને શિક્ષણ સિસ્ટમને જડમૂળથી ફેરફાર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. છેલ્લા 20 દિવસથી દિલ્હી જંતર મંતરમાં સોનમ વાંગચૂક આમરણ ઉપવાસ કરી રહ્યા છે, જેને સંપૂર્ણ સમર્થન અપાયું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપતા નથી અને વડાપ્રધાન પણ આ અંગે મૌન સેવી રહ્યા છે. જો આ અવાજ સાંભળવામાં નહીં આવે તો સત્યાગ્રહ કરવાની ફરજ પડશે અને તેની જવાબદારી શાસકોની રહેશે. આ માંગણી રાષ્ટ્રપતિને પહોંચાડવા જણાવ્યું હતું. પેપર લીક નથી થતા છાત્રોના ભવિષ્ય અંધકારમય બને છે પેપર લીક નથી થતા છાત્રોના ભવિષ્ય અંધકારમય બને છે. 22 લાખ છાત્રોએ પરીક્ષા આપી અને પેપર લીક થયા. આજ સુધીમાં કોઈ જાતની કાયદાકીય કાર્યવાહી થઈ નથી છાત્રો એ જીવ ગુમાવ્યા છે. શિક્ષણ વિભાગ આજે ખોરંભે છે. શિક્ષણ મંત્રી આજ સુધી છાત્રો સાથે સીધી વાત કે કોન્ફરન્સ કરતા નથી. કોઈ પાર્ટી ને અમે સમર્થન આપતા નથી પણ સવાલોના જવાબ આપવા કેમ સરકાર આવતી નથી. સરકાર યુવા પેઢીના પ્રશ્નો નહીં સાંભળે તો તેનું પતન નિશ્ચિત છે. - મયુરીબેન, છાત્ર