Politics
Tamil Nadu: DMK holds vote share despite bypoll defeats, weakened alliance
October 10, 2026
3,136 views
પોરબંદર જૂનાગઢ રૂટની બસમાં કંડક્ટરની દાદાગીરી સામે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.આ બસમાં મુસાફરોની ભીડ હોવાછતાં તેમજ બસમાં વૃદ્ધો ઊભા રહ્યા છતાં કંડક્ટરે 2 સીટ રોકી આરામ ફરમાવ્યો હતો. પોરબંદરથી જૂનાગઢ તરફ જતી માંગરોળ ડેપોની એસ.ટી. બસમાં કંડક્ટર દ્વારા નિયમો નેવે મૂકીને મુસાફરો સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હોવાની ગંભીર ઘટના સામે આવી છે. બસમાં ભારે ભીડ હોવા છતાં કંડક્ટરે પોતે બે સીટો રોકી રાખી આરામ ફરમાવ્યો હતો અને સીટ ખાલી કરવા વિનંતી કરનારા મુસાફરો સાથે ઉદ્ધતાઈભરી દાદાગીરી કરતા સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.માંગરોળ ડેપોની બસમાં રાણાવાવ થી વરવાડા વચ્ચે મુસાફરી દરમિયાન ક્ષમતા કરતા વધુ પેસેન્જરો સવાર હતા. આ ભીડ વચ્ચે સિનિયર સિટિઝન અને મહિલાઓ ઊભા-ઊભા મુસાફરી કરવા મજબૂર બન્યા હતા. મુસાફરોએ વડીલોને બેસવા માટે જગ્યા આપવા કંડક્ટરને વિનંતી કરી ત્યારે સંવેદનશીલતા દાખવવાને બદલે કંડક્ટરે સત્તાનો દુરુપયોગ કરી ગેરવર્તણૂક કરી હતી. આ ઘટનાથી નિગમની છબી ખરડાઈ હોવાનો આક્ષેપ કરી જાગૃત નાગરિકોએ એસ.ટી.ના વિભાગીય નિયામક સમક્ષ કંડક્ટર સામે તાત્કાલિક ખાતાકીય તપાસ હાથ ધરી કડક શિક્ષાત્મક પગલાં લેવા રજૂઆત કરી છે.