Business
‘Grief Burns Like Fever’: This novel is a flashback of depravity during the surreal pandemic years
October 10, 2026
3,447 views
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ જાહેર થતા જ જામનગર મહાનગરપાલિકાએ આચાર સંહિતાની અમલવારી શરૂ કરી છે અને શહેરમાં પક્ષોના બેનરો-ઝંડાઓ ઉતારવા તેમજ દિવાલો ઉપર પક્ષોના ચિત્રો પર પીછડા મારવામાં આવે છે. ત્યારે બીજા દિવસે દિવાલો પર 70 ચિત્રો પર કલરના પીછડા મારવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચુંટણીઓના કાર્યક્રમો જાહેર થયા પછી સરકારી તંત્ર દ્વારા આચાર સંહિતાની અમલવારી શરૂ કરી છે. જેમાં જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના ઓફિસર અનવર ગજણની આગેવાનીમાં જુદી જુદી ટીમો બનાવી છે. શુક્રવારે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી બેનરો (કિઓસ્ક બોર્ડ) 32 અને 200 પક્ષના ઝંડાઓ ઉતારી લેવાયા હતા, અને ભીત ચિત્રો પર 306 ચિન્હો પર કલરના પીછા મારવામાં આવ્યા હતા. જે બાદ શનિવારે પણ શહેરના વોર્ડનં-6 તથા 7 તથા 8 અને 9 સહિતના વિસ્તારોમાં કામગીરી કરી હતી. જેમાં દિવાલો પર રાજકિય પક્ષો દ્વારા પક્ષના પ્રચાર-પ્રસાર થાય તેવા લખાણો તેમજ ચિત્રો દોરવામાં આવ્યા હોય, તેવા 70 ચિન્હો પર કલરના પીછડા મારવામાં આવ્યા છે. તો બેનરો કે, ઝંડાઓ જોવા મળ્યા ન હતા.