Politics
Tamil Nadu: DMK holds vote share despite bypoll defeats, weakened alliance
October 10, 2026
3,136 views
પાકિસ્તાનની જેલોમાં 4 થી 6 વર્ષથી કેદ 200 જેટલા નિર્દોષ ભારતીય માછીમારોને મુક્ત કરાવવા પોરબંદરના જાણીતા સામાજિક અગ્રણી અને માછીમાર નેતા મધુભાઈ એમ. સોનેરી દ્વારા મુંબઈ સ્થિત ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનને એક સત્તાવાર પત્ર પાઠવીને માટે તાકીદની રજૂઆત કરવામાં આવી છે. આ સાથે જ ભારતીય જેલોમાં બંધ પાકિસ્તાની માછીમારોને પણ માનવતાના ધોરણે મુક્ત કરવા માટે પત્રમાં વિસ્તૃત ઉલ્લેખ કરાયો છે. આ પત્રમાં આંતરરાષ્ટ્રીય સમુદ્ર કાયદા અને યુનાઇટેડ નેશન્સ કન્વેન્શનના નિયમોનો હવાલો આપતા જણાવાયું કે, દરિયાઈ સીમા અજાણતા ઓળંગવાના કારણે કોઈ દેશની ફિશિંગ બોટ, નાવિકોને પકડવા ન જોઈએ, પરંતુ માત્ર ચેતવણી આપીને છોડી મૂકવા જોઈએ. ભારત અને પાકિસ્તાન પરસ્પર દુશ્મન દેશ હોવાના કારણે આ ગરીબ માછીમારો અને નાવિકો વર્ષો સુધી જેલની કાળી કોઠડીઓમાં સબડતા રહે છે અને તેમના પરિવારો અનાથ બની આર્થિક કટોકટીનો સામનો કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવીને બંને દેશો વચ્ચે મધ્યસ્થતા કરાવી બંને તરફના માછીમારોને વતન પરત લાવવા માટે માનવતાવાદી કદમ ઉઠાવવાની નમ્ર અપીલ કરવામાં આવી છે. હાલ પાકિસ્તાનની જેલમાં ભારતના 200 થી વધુ માછીમારો કેદ છે, તેની સામે ગુજરાત રાજ્યની જુદી-જુદી જેલોમાં પણ પાકિસ્તાનના અંદાજે 50 થી 60 જેટલા માછીમારો બંધ છે. આ બંને પક્ષના નાગરિકોને મુક્ત કરવાથી હજારો પરિવારોમાં ફરી ખુશીઓ આવી શકે તેમ છે. રાષ્ટ્રપતિને નકલ રવાના મધુભાઈ સોનેરીએ પત્રની સત્તાવાર નકલ ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મોકલીને આ બાબતે રાજદ્વારી સ્તરે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.