Politics

કમિશનરને પત્ર લખી પ્રાણીઓનો ત્રાસ દૂર કરવા માંગ:મહારાજ બાગ વિસ્તારમાં હિંસક કુતરા અને આખલાઓનો આતંક

June 29, 2026 832 views 1 min read
કમિશનરને પત્ર લખી પ્રાણીઓનો ત્રાસ દૂર કરવા માંગ:મહારાજ બાગ વિસ્તારમાં હિંસક કુતરા અને આખલાઓનો આતંક

કમિશનરને પત્ર લખી પ્રાણીઓનો ત્રાસ દૂર કરવા માંગ:મહારાજ બાગ વિસ્તારમાં હિંસક કુતરા અને આખલાઓનો આતંક

પોરબંદર શહેરના મહારાજ બાગ, લોહાણા મહાજન વાડી પાછળ આવેલી સરસ્વતી ક્લાસીસ વાળી ગલીમાં રખડતા પશુઓ અને હિંસક પ્રાણીઓનો ત્રાસ અસહ્ય બન્યો છે. આ અંગે વિસ્તારના જાગૃત નાગરિક હેમલ તુલસીદાસ થારીયા દ્વારા પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર સાહેબને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક પગલાં ભરવા માંગ કરવામાં આવી છે. કમિશનરને પાઠવવામાં આવેલી ફરિયાદ અરજીમાં જણાવાયું છે કે, આ સોસાયટી અને તેની આસપાસના રસ્તાઓ પર ભયાનક હિંસક કુતરાઓ અને લડાયક આખલાઓએ જમાવડો કર્યો છે. આ ભયજનક સ્થિતિના કારણે શેરીમાંથી પસાર થતા નાના બાળકો, મહિલાઓ અને ખાસ કરીને મોટી ઉંમરના વરિષ્ઠ નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને લોકોમાં ભયનો માહોલ છે. સ્થાનિકોએ મનપા તંત્ર સમક્ષ નમ્ર અપીલ કરી છે કે આ હિંસક પશુઓને પકડીને રહેણાંક વિસ્તારથી ખૂબ જ દૂર સ્થાનાંતરિત કરવામાં આવે જેથી કોઈ મોટી હોનારત નિવારી શકાય.