Business

136 વર્ષમાં પ્રથમવાર આજે રવિવારે બેંકો રહેશે ચાલુ,કાલથી રાજ્યના 50 હજાર કર્મચારીઓ 3 દિવસની હડતાળ પર

September 27, 2026 605 views 1 min read
136 વર્ષમાં પ્રથમવાર આજે રવિવારે બેંકો રહેશે ચાલુ,કાલથી રાજ્યના 50 હજાર કર્મચારીઓ 3 દિવસની હડતાળ પર

136 વર્ષમાં પ્રથમવાર આજે રવિવારે બેંકો રહેશે ચાલુ,કાલથી રાજ્યના 50 હજાર કર્મચારીઓ 3 દિવસની હડતાળ પર


Bank Strike: 136 વર્ષમાં પ્રથમવાર આજે રવિવારે બેંકો ચાલુ રહેશે. અંગ્રેજ શાસન વખતે રવિવારની રજાનો પ્રારંભ થયો હતો, ત્યારથી દેશભરની બેંકો અને સરકારી કચેરીઓમાં રવિવારના દિવસે રજા રહે છે. સોમવારથી બેંકોની ત્રણ દિવસીય હડતાળ ચાલુ થાય તે પહેલા રવિવારે રાષ્ટ્રીકૃત બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો ખૂલી રાખવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત બેંક વર્કર્સ યુનિયને કહ્યું કે બેંક કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે પ્રોત્સાહનની યોજનામાં ભેદભાવની નીતિ સામે તેમજ પાંચ દિવસના સપ્તાહની 11 વર્ષ જૂની માગ સાથે કાલથી 30 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં 50 હજાર બેંક કર્મચારીઓ હડતાળ પર જશે. 2015માં જ્યારે બેંક કર્મચારીઓએ મહિનાના ચારેય શનિવારની રજાની માગ કરી હતી ત્યારે IBAA સરકારની મંજૂરીથી મહિનામાં બીજો અને ચોથો શનિવારે બેંક બંધ રાખવાનું ઠરાવાયું હતું. તો વર્ષ 2020માં આ માગ અંગે 12માં દ્રિપક્ષીય કરારમાં નિર્ણયનો પ્રસ્તાવ મૂકાયો. પરંતું નાણા મંત્રાલયે આજ સુધી કોઈ નિર્ણય ન લેતા નાછૂટકે હડતાળ પર ઉતરતા હોવાનો દાવો કર્યો. તો બીજી તરફ કેટલીક ખાનગી બેંકોએ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. કેટલીક ગ્રામીણ બેંકો પણ આજે ચાલુ રહેશે. આ પણ વાંચો...8મું પગાર પંચ: લઘુત્તમ પગાર ₹18,000થી વધીને કેટલો થશે? જુઓ ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી રવિવારે કેમ ખુલ્લી છે બેંક? ખરેખર, સોમવાર 28 સપ્ટેમ્બરથી લઈને બુધવાર 30 સપ્ટેમ્બર સુધી બેંક યુનિયને હડતાળની જાહેરાત કરી છે. આ 3 દિવસની હડતાળ છે. શનિવાર, 26 સપ્ટેમ્બરે તો પહેલેથી જ બેંકની રજા હતી, એવામાં લોકોનું કામ સળંગ 5 દિવસ સુધી અટકી ના જાય એટલા માટે રવિવારે બેંક ખોલવી જરૂરી હતી. શું બધી બેંકો ખુલ્લી રહેશે? આજે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, કેનરા બેંક જેવી તમામ સરકારી બેંકો તો ખુલ્લી રહેશે જ. સાથે જ ગ્રામીણ બેંકો પણ ખુલ્લી રહેવાની છે. પરંતુ પ્રાઈવેટ બેંકો ખુલ્લી રહે એ જરૂરી નથી. એવામાં આજે HDFC બેંક, ICICI બેંક, એક્સિસ બેંક અને અન્ય બેંકો બંધ રહી શકે છે. આજે કેટલા વાગ્યા સુધી ખુલ્લી રહેશે બેંક? આજે બીજા દિવસોની જેમ જ બેંક સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહેવાની છે. આ સમય વચ્ચે જ તમારે બેંકના તમામ કામ પતાવી લેવા જોઈએ. ત્યારબાદ તો આગામી 3 દિવસ સુધી કોઈ પણ કામ થઈ શકશે નહીં. હડતાળ વચ્ચે કઈ બેંકો ખુલ્લી રહેશે? સહકારી બેંકિંગ સાથે જોડાયેલી પ્રમુખ સંસ્થાઓ જેવી કે NAFCUB, NUCFDC અને NAFSCoB એ સ્પષ્ટ કર્યું છે કે સહકારી બેંકો ત્રણ દિવસની આ હડતાળમાં સામેલ થશે નહીં. એવામાં આ બેંકો 3 દિવસ બંધ રહેવાની નથી, પરંતુ આજે બંધ રહેશે કારણ કે આજે રવિવાર છે.