Business

1010નો રાંધણગેસનો સિલિન્ડર ડિલિવરી બોય 1750માં વેચતો હતો:શહેરમાં ગેસ સિલિન્ડરના કાળા બજાર અંગે તપાસનો આદેશ આપતા પુરવઠા અધિકારી

November 19, 2026 2,321 views 1 min read
1010નો રાંધણગેસનો સિલિન્ડર ડિલિવરી બોય 1750માં વેચતો હતો:શહેરમાં ગેસ સિલિન્ડરના કાળા બજાર અંગે તપાસનો આદેશ આપતા પુરવઠા અધિકારી

1010નો રાંધણગેસનો સિલિન્ડર ડિલિવરી બોય 1750માં વેચતો હતો:શહેરમાં ગેસ સિલિન્ડરના કાળા બજાર અંગે તપાસનો આદેશ આપતા પુરવઠા અધિકારી


અમરેલીમાં બીલખીયા ગેસ એજન્સીનો ડીલેવરી બોય ગ્રામિણ વિસ્તારમાં રાંધણ ગેસમાં સીલીન્ડર કાળા બજારમાં વેચતો હોવાની વિગતો બહાર આવ્યા બાદ આજે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ અંગે તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. રાંધણગેસના સીલીન્ડરની કાળા બજારી અંગે દિવ્ય ભાસ્કરના સ્ટીંગ ઓપરેશનમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જ્યા લોકોને આપવાના સીલીન્ડર ઉંચા ભાવે બારોબાર વેચી નાખવામાં આવતા હતા. એક વીડીયો રેકોર્ડીંગમાં અહીંની બિલખીયા ગેસ એજન્સીનો ડીલેવરી બોય ગ્રાહક ન હોય તેવા લોકોને કાળા બજારીમાં રૂપિયા 1750માં સીલીન્ડર આપવાની વાત કરતા નજરે પડતો હતો. એટલું જ નહી આ શખ્સે તેમાંથી 500 રૂપિયા પોતાની ઓફિસમાં જમા કરાવવા પડે છે તેની પણ કબુલાત આપી હતી. દરમિયાન આ અંગે અખબારી અહેવાલો બાદ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. આ અંગે હવે તંત્ર દ્વારા તપાસ થશે શરૂ કરવામાં આવી છે. જિલ્લા પુરવઠા અધિકારી પ્રતિક કુંભાણીએ જણાવ્યું હતું કે તેમણે સ્થાનિક મામલતદારને આ અંગે તપાસ કરવા હુકમ કર્યો છે.