Politics
Tamil Nadu: DMK holds vote share despite bypoll defeats, weakened alliance
October 10, 2026
3,136 views
Power of Israel in US power corridors : અમેરિકા અને ઇઝરાયલના સંબંધોને દુનિયાના સૌથી મજબૂત વ્યૂહાત્મક સંબંધોમાં ગણવામાં આવે છે. દર વર્ષે અબજો ડોલરની લશ્કરી અને આર્થિક સહાયથી લઈને સંયુક્ત રાષ્ટ્રમાં રાજદ્વારી સમર્થન સુધી, અમેરિકા સતત ઇઝરાયલની પડખે ઊભું રહ્યું છે. પરંતુ આ સંબંધોની પાછળ અમેરિકન રાજકારણનું એક એવું પાસું પણ છે, જેના વિશે વર્ષોથી ચર્ચા થતી રહી છે. અમેરિકામાં એવી માન્યતા છે કે જે નેતા ઇઝરાયલની નીતિઓ પર ખુલ્લેઆમ સવાલ ઉઠાવે છે કે તેના પર દબાણ લાવવાનો પ્રયાસ કરે છે, તેને ઘણી વખત ભારે રાજકીય કિંમત ચૂકવવી પડે છે. દરેક ચૂંટણી હારનું કારણ માત્ર ઇઝરાયલ નથી હોતું, પરંતુ ઇતિહાસમાં એવા અનેક પ્રસંગો જોવા મળે છે જ્યાં ઇઝરાયલ સાથેના મતભેદોએ નેતાઓની મુશ્કેલીઓ વધારી છે. તેથી જ કેટલાક રાજકીય વિશ્લેષકો આ મુદ્દાને અમેરિકન રાજકારણનો &039;બ્લેક હોલ&039; પણ કહે છે.