Sports
Virat Kohli, Anushka Seek Blessings From Premanand Maharaj Amid IPL 2026 - WATCH
April 20, 2026
681 views
અમરેલી શહેરના ભરચક ગણાતા બીનાકા ચોક પાસે આવેલી ડિલક્સ પાનની દુકાન નજીક એક યુવક પર ત્રણ શખસે જાહેરમાં છરી વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. એક્ટિવા અથડાવા બાબતે યુવકે ટોક્યા હતા. સામાન્ય બોલાચાલીમાં થયેલી આ મારામારીની લાઈવ ઘટના દુકાનના CCTV કેમેરામાં કેદ થઈ હતી, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમદાવાદના ધંધૂકામાં બાઈક ઓવરટેક કરવા મુદ્દે યુવકની છરી મારી હત્યા કરાઈ હતી. આખો બનાવ કેવી રીતે બન્યો? ફરિયાદ મુજબ, સિરાજ મહેબૂબ કુરેશી જ્યારે ડિલક્સ પાનની દુકાન પર હાજર હતા, ત્યારે ત્રણ શખસ એક્ટિવા લઈને ત્યાં આવ્યા હતા. આ શખસે બેદરકારીપૂર્વક વાહન ચલાવી પાનની દુકાન સાથે અથડાવ્યું હતું. સિરાજ કુરેશીએ તેમને વાહન સરખી રીતે ચલાવવાની સલાહ આપતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. ઉશ્કેરાયેલા શખસે એક્ટિવામાંથી છરી કાઢી સિરાજ કુરેશી પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પીઠના ભાગે છરીના 3 ઘા ઝીંકી દીધા હતા અને ઢીકાપાટુનો મૂંઢ માર માર્યો હતો. આ સાથે જ આરોપીઓએ જાહેરમાં ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્રણેય આરોપીઓને પોલીસ રાઉન્ડ અપ કર્યા ભોગ બનનાર યુવકે આ મામલે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની અટકાયત કરી છે: દાદલીમિયા રફીકમિયા સૈયદ ઇરફાન રફીક સૈયદ અજુમિયા રફીક સૈયદ સામાન્ય બાબતે હુમલાથી ફફડાટ અમરેલી પોલીસે ત્રણેય આરોપીઓને રાઉન્ડઅપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજ પણ કબજે કર્યા છે અને આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે. જાહેરમાં થયેલા આ આતંકને પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.