Entertainment
Sea of Remnants - Official 10-Minute Gameplay Trailer | gamescom 2026
August 25, 2026
2,382 views
અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે, ત્યારે ધોમધખતા તાપમાં રસ્તા પર કલાકો સુધી ફરજ બજાવતા ટ્રાફિક જવાનો માટે રાહતના સમાચાર આવ્યા છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા જવાનોને હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનથી બચાવવા માટે અત્યાધુનિક &039;કૂલિંગ જેકેટ&039; આપવાની એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. ટેકનોલોજીથી ગરમીને માત આ કૂલિંગ જેકેટ કોઈ સામાન્ય જેકેટ નથી, પરંતુ તેમાં બેટરીથી ચાલતા મિની ફેન્સ લગાવવામાં આવ્યા છે. આ ફેન જેકેટની અંદર સતત હવાનું સર્ક્યુલેશન જાળવી રાખે છે, જેના કારણે શરીરનું તાપમાન નિયંત્રિત રહે છે. વજનમાં હળવા આ જેકેટને એકવાર ચાર્જ કર્યા બાદ લાંબા સમય સુધી વાપરી શકાય છે, જે જવાનોને ભીષણ ગરમીમાં પણ ઠંડકનો અહેસાસ કરાવે છે. ટ્રાયલ બેઝ પર પ્રોજેક્ટ શરૂ હાલમાં આ પ્રોજેક્ટ પ્રાયોગિક ધોરણે (ટ્રાયલ બેઝ પર) અમલમાં મૂકવામાં આવ્યો છે. ટ્રાફિક જવાનોના પ્રતિસાદ બાદ શહેરના 1700 થી વધુ પોલીસ કર્મચારીઓ અને 2500 થી વધુ TRB જવાનોને આ જેકેટ આપવાની વિચારણા ચાલી રહી છે. જેકેટ પહેરનારા જવાનોનું કહેવું છે કે, આ નવી સુવિધાથી તડકામાં કામ કરવું ઘણું સરળ બન્યું છે અને થાક પણ ઓછો લાગે છે. અન્ય શહેરો માટે પ્રેરણારૂપ અમદાવાદ ટ્રાફિક પોલીસની આ પહેલ માત્ર કર્મચારીઓના સ્વાસ્થ્યની કાળજી જ નહીં, પરંતુ તેમની કાર્યક્ષમતા વધારવા માટે પણ મહત્વની સાબિત થશે. જો આ ટ્રાયલ સફળ રહેશે, તો આગામી દિવસોમાં અમદાવાદના તમામ ચાર રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ જવાનો આ હાઈટેક લૂકમાં જોવા મળશે, જે અન્ય શહેરો માટે પણ એક મોડેલ બની શકે છે. આ પણ વાંચો - Gujarat Weather: કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી