Politics
Lawfare, State Institutions and the Suppression of the Main Opposition: Pakistan and Bangladesh Compared
October 14, 2026
1,780 views
પોરબંદર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા નવયુગ વિદ્યાલય સામે અને સુદામા ચોકમાં ચેકિંગ હાથ ધરી ખાણીપીણીમાં છાપાની પસ્તી વાપરતા 7 વેપારીઓ સામે પાલિકાની લાલ આંખ કરી રૂ.1950નો દંડ કરાયો હતો. પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખા દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાં અટકાવવા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું કડક અમલીકરણ કરાવવા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ગરમ ખાદ્યપદાર્થો પીરસવામાં અખબારી પસ્તીનો ઉપયોગ કરવા બદલ તેમજ એકમોમાં ગંદકી જણાતાં નિયમભંગ કરનારા કુલ 7 ખાણીપીણીના ધંધાર્થીઓ સામે દંડાત્મક પગલાં ભરી સ્થળ પર જ કુલ રૂ. 1950નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. પાલિકાની ટીમે શહેરના નવયુગ વિદ્યાલય સામેના માર્ગ તેમજ સુદામા ચોક વિસ્તારમાં આવેલી ખાણીપીણીની લારીઓ અને દુકાનોમાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. ફૂડ વિભાગે કોને કેટલો દંડ કર્યો ફૂડ વિભાગ દ્વારા તપાસ દરમિયાન છાપાની પસ્તીનો ઉપયોગ કરવા બદલ રાજ ચાઈનીઝને સૌથી વધુ રૂ. 500નો દંડ ફટકારાયો હતો. આ ઉપરાંત જલારામ ગાંઠિયાને રૂ. 200 તથા રાજુભાઈ મદ્રાસી વાનગી, વેલકમ ચાઈનીઝ, સદગુરુ ગાંઠિયા-જલેબી, રજની ઢોસા અને શિવમ ફાસ્ટફૂડ એમ પાંચ એકમો પાસેથી પ્રત્યેક દીઠ રૂ. 250 લેખે દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.