Technology
India Targets USD 40–45 Billion Space Economy Within a Decade
November 25, 2026
2,294 views
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યદેવને ગ્રહોના રાજા માનવામાં આવે છે. તેઓ આત્મવિશ્વાસ, માન-સન્માન, નેતૃત્વ ક્ષમતા, ઉચ્ચ પદ અને સરકારી બાબતોના મુખ્ય કારક ગણાય છે. સૂર્યની ચાલમાં થતો ફેરફાર વ્યક્તિના કરિયર, આર્થિક સ્થિતિ અને રોજિંદા જીવન પર સીધી અસર કરે છે. ડિસેમ્બર 2026માં સૂર્યદેવ ત્રણ વખત નક્ષત્ર પરિવર્તન કરવાના છે, જેનાથી 5 રાશિઓ માટે પ્રગતિના નવા રસ્તા ખુલવાના યોગ બની રહ્યા છે. આ 5 રાશિઓ માટે ખાસ લાભદાયી રહેશે સમય વૃષભ રાશિના જાતકો માટે ડિસેમ્બર મહિનો આર્થિક રીતે ફળદાયી રહેવાના સંકેત છે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે, જેનાથી નોકરી અને વેપારમાં સ્થિતિ મજબૂત બનશે. નવું કામ કે બિઝનેસ શરૂ કરવા માંગતા લોકોને સારી તક મળી શકે છે અને આત્મવિશ્વાસમાં વધારો થશે. સિંહ રાશિના સ્વામી સ્વયં સૂર્યદેવ હોવાથી આ નક્ષત્ર પરિવર્તન આ રાશિ માટે મહત્ત્વનું રહેશે. કરિયરમાં નવી અને સારી તકો મળી શકે છે. નોકરિયાત વર્ગને પ્રમોશન અથવા મોટી જવાબદારી મળવાની શક્યતા છે. સરકારી કામકાજમાં સફળતા અને સમાજમાં માન-સન્માન વધવાના યોગ છે. કન્યા રાશિના લોકો માટે આ પરિવર્તન રાહત આપનારું બની શકે છે. બંધ પડેલા કે અટકેલા કાર્યો ફરી ગતિ પકડી શકે છે. વાતચીત અને સમજદારીથી કાર્યક્ષેત્રે સારો પ્રભાવ પડશે. આર્થિક લાભની તકો સાથે ફસાયેલા નાણાં પાછા મળવાની આશા રહેશે. વૃશ્ચિક રાશિના જાતકોને ડિસેમ્બરમાં ભાગ્યનો સાથ મળી શકે છે. નોકરીમાં મહેનત અને નેતૃત્વની પ્રશંસા થશે તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે સંબંધો સુધરશે. સરકારી અવરોધો દૂર થવાની સાથે આવકના નવા સ્ત્રોત ખુલવાની શક્યતા છે. મકર રાશિના લોકો માટે ભૌતિક સુખ-સુવિધાઓ અને આર્થિક બાબતોમાં સમય અનુકૂળ રહી શકે છે. જમીન, મકાન કે નવું વાહન ખરીદવાની યોજના પર કામ કરતા લોકોને સારા સમાચાર મળી શકે છે. અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે અને મીડિયા, કલા, ડિઝાઇન કે રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને કરિયરમાં નવી તકો મળશે.