Politics

શામળાજીમાં રવિવારે રાત્રે 9:15 કલાકથી 11:15 કલાક શરદોત્સવ મનાવાશે:શરદ પૂનમ અને શરદોત્સવને નિમિત્તે ઠાકોરજીના દર્શનના સમયમાં ફેરફાર

October 22, 2026 1,481 views 1 min read
શામળાજીમાં રવિવારે રાત્રે 9:15 કલાકથી 11:15 કલાક શરદોત્સવ મનાવાશે:શરદ પૂનમ અને શરદોત્સવને નિમિત્તે ઠાકોરજીના દર્શનના સમયમાં ફેરફાર

શામળાજીમાં રવિવારે રાત્રે 9:15 કલાકથી 11:15 કલાક શરદોત્સવ મનાવાશે:શરદ પૂનમ અને શરદોત્સવને નિમિત્તે ઠાકોરજીના દર્શનના સમયમાં ફેરફાર


યાત્રાધામ શામળાજીમાં આસો સુદ પૂનમ 26 ઓક્ટોબરને સોમવારે હોવાથી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા (શરદ પૂર્ણિમા) તથા શરદોત્સવના પાવન પર્વ નિમિત્તે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન અને આરતીના સમયમાં વિશેષ ફેરફાર કરાયો છે. શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા 25 ઓક્ટોબરને રવિવારે રાત્રે 9:15 કલાકથી 11 :15 કલાક દરમિયાન મંદિર પરિસરમાં શરદ ઉત્સવનું આયોજન કરાયું છે અને રાત્રે 12:00 કલાકે મંદિર બંધ થશે તેમ ટ્રસ્ટના સેક્રેટરી અનિલભાઈ પટેલે જણાવ્યું હતું. શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના મેનેજર પ્રવિણભાઈ ચૌધરી દ્વારા 25 ઓક્ટોબરને રવિવારે શરદોત્સવની ઉજવણી કરાશે, જેમાં રાત્રે 9:15 કલાકથી 11 15 કલાક દરમિયાન શરદોત્સવ દર્શન યોજાશે અને ત્યારબાદ રાત્રે 12:00 કલાકે મંદિર મંગલ (બંધ) થશે. જ્યારે આસો સુદ પૂનમ એટલે કે તારીખ 26 ઓક્ટોબર સોમવારના રોજ મંદિર સવારે ,6કલાકે ખુલશે. ત્યારબાદ સવારે 6:45 કલાકે મંગળા આરતી, સવારે 8:30 કલાકે શણગાર આરતી થશે. સવારે 11:30 કલાકે ઠાકોરજીને રાજભોગ ધરાવવા માટે મંદિર બંધ રહ્યા બાદ બપોરે 12:15 કલાકે રાજભોગ આરતી માટે મંદિર પુનઃ ખુલશે અને બપોરે 1 કલાકે ઠાકોરજી પોઢી જશે. બપોર 2:15કલાકે ઉત્થાપન દર્શન માટે મંદિર ખૂલ્યા બાદ સાંજે 6:30કલાકે સંધ્યા આરતી અને રાત્રે 8:15 કલાકે શયન આરતી સંપન્ન થશે, તેમજ રાત્રે 8:30 કલાકે મંદિર મંગલ કરાશે.