Politics
धरना-प्रदर्शनों का नया कारोबार: लोकतंत्र की आड़ में आखिर किसके हित साधे जा रहे हैं?
October 10, 2026
1,612 views
ઘણીવાર આધાર કાર્ડમાં એક નાની ભૂલના લીધે તેમનુ પીએમજય કાર્ડ બનતુ નહિં હોવાની ફરિયાદો ઊઠે છે. ત્યારે મ્યુનિ દ્વારા અશક્ત, દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોને તેમના ઘર તેમજ હોસ્પિટલ ખાતે આધાર નોંધણી અને આધાર કાર્ડમાં સુધારાની સેવા પૂરી પાડવામાં આવે છે. તાજેતરમાં શહેરના 4 અશક્ત નાગરિકોની અરજીના આધારે તેમને આધાર કાર્ડની સેવા ઘરે અને હોસ્પિટલમાં આપવામાં આવી હતી. આ અંતર્ગત રાણીપ વિસ્તારમાં રહેતા 80 વર્ષીય અશક્ત નાગરિક દલીબેન કનકસિંહ રબારી અને મણિનગર વિસ્તારમાં રહેતા 86 વર્ષીય અશક્ત નાગરિક મકવાણા મગનલાલ ઘરની બહાર જઈ શકે તેમ ન હોવાથી તેમના સગાઓ દ્વારા PMJAY યોજનાનો લાભ મેળવવા માટે નવા આધાર કાર્ડ માટે અરજી કરવામાં આવી હતી. અરજી અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી બાદ AMCના આધાર વિભાગ દ્વારા બંને નાગરિકોના નિવાસસ્થાને જઈ નવા આધાર કાર્ડ માટેની હોમ એનરોલમેન્ટની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. તેવી જ રીતે, અસારવા સ્થિત યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળના 70 વર્ષીય હરેશકુમાર ખ્યાલદાસ ભાટિયા અને 60 વર્ષીય હસીના જોધપુરવાળા આધાર કેન્દ્ર પર જઈ શકે તેમ ન હોવાથી તેમના સગાઓ દ્વારા આધાર કાર્ડમાં જરૂરી સુધારા માટે હોસ્પિટલ એનરોલમેન્ટની અરજી કરવામાં આવી હતી.મ્યુનિ. દ્વારા યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે જઈ બંને નાગરિકોના આધાર કાર્ડમાં સુધારા સંબંધિત કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.