Politics
Tamil Nadu: DMK holds vote share despite bypoll defeats, weakened alliance
October 10, 2026
3,136 views
ધનસુરા તાલુકામાં પતિના ગેરકાયદે સંબંધોને કારણે પીડાતી પત્નીની વહારે 181 અભયમ હેલ્પલાઇન આવી હતી. ટીમે પતિને સામાજિક જવાબદારીનું ભાન કરાવી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ફરી સ્કૂલે મોકલવા માટે સહમત કર્યા હતા. ધનસુરા પંથકની પીડિતા છૂટક મજૂરી કરતાં પતિ અને 2 બાળકો સાથે રહે છે. છેલ્લા 1 વર્ષથી પતિનું પોતાના જ ફળિયાની એક વિધવા સાથે અફેર હોવાની વાતથી ઘરમાં કંકાસ શરૂ થયો હતો. પતિ દિવસના કમાતા પણ એક પણ રૂપિયો ઘરમાં આપતો ન હતો. કમાણીનો કોઈ હિસાબ નહીં, ઘરનું કરિયાણું નહીં, બાળકોના પુસ્તક નહીં, પીડિતાએ રડતાં રડતાં કહ્યું આ ત્રાસથી કંટાળીને મહિલા 10 મહિના સુધી પિયરમાં રહી. ભરણપોષણ માટે કોર્ટમાં કેસ પણ કર્યો. પણ બાળકો નાના હોવાથી માતાનું હૃદય પીગળ્યું અને તે ફરી સાસરે આવી. પણ અહીં સ્થિતિ વધુ વણસી. રોજના ઝઘડાના કારણે પતિએ ગુસ્સામાં આવીને છોકરા અને છોકરી બંનેનું શાળાનું ભણવાનું જ બંધ કરાવી દીધું. બાળકોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું હતું. પીડિતાએ કહ્યું.છેવટે હિંમત કરીને મહિલાએ 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરતાં ટીમ તાત્કાલિક ગામે પહોંચી. પહેલા પીડિતાની વાત ધીરજથી સાંભળી પછી પતિને એકાંતમાં બેસાડીને સમજાવ્યા હતા. ટીમે પતિને સીધો સવાલ કર્યો કે તમે ઘરના ધણી છો. આજે બાળકોનું ભણવાનું છોડાવ્યું, કાલે તેઓ મોટા થઈને શું બનશે? તમારી એક ભૂલના કારણે આખી પેઢી બગડશે. અને બીજી સ્ત્રીના ચક્કરમાં તમારા જ લોહીનું શું? શરૂઆતમાં આનાકાની કરતાં પતિ ધીમે-ધીમે સમજ્યા. ટીમ સામે જ તેમણે ભૂલ સ્વીકારી. કહ્યું, મારાથી ભૂલ થઈ ગઈ. હવે પછી હું એવું કોઈ કામ નહીં કરું જેનાથી મારા બાળકોને નુકસાન થાય. ઘરનો દરેક ખર્ચ હું સમયસર પત્નીને આપીશ. બંને બાળકોને પાછા સ્કૂલમાં મૂકીશ. સમાધાન બાદ પતિ-પત્ની વચ્ચે સહમતીથી વાત થઈ. પીડિતાના ચહેરા પર મહિનાઓ પછી રાહત જોવા મળી. જતાં-જતાં તેમણે 181 ટીમનો હાથ જોડીને આભાર માન્યો અને કહ્યું આજે અમારું ઘર તૂટતાં-તૂટતાં બચી ગયું. આ ઘટના બતાવે છે કે પરિવારમાં તિરાડ પડે ત્યારે કાયદાની સાથે સંવાદ પણ જરૂરી છે. 181 મહિલા હેલ્પલાઇન માત્ર ફરિયાદ નોંધતી નથી, તે ઘર જોડવાનું કામ પણ કરે છે.