Technology

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:ટુ-વ્હીલર, ફોર-વ્હીલર ટેસ્ટ માટે જિલ્લાભરમાંથી આવતા રોજીંદા 120 વાહનચાલકોને ધક્કો

June 29, 2026 3,010 views 1 min read
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:ટુ-વ્હીલર, ફોર-વ્હીલર ટેસ્ટ માટે જિલ્લાભરમાંથી આવતા રોજીંદા 120 વાહનચાલકોને ધક્કો

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:ટુ-વ્હીલર, ફોર-વ્હીલર ટેસ્ટ માટે જિલ્લાભરમાંથી આવતા રોજીંદા 120 વાહનચાલકોને ધક્કો


​જૂનાગઢ આરટીઓ કચેરીમાં વારંવાર સારથી પોર્ટલનું સર્વર ખોરવાય રહ્યુ છે. પોર્ટલના સર્વરમાં ટેકનિકલ ખામીને કારણે લાયસન્સ સંબંધિત તમામ કામગીરી અટકી પડે છે તેના કારણે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહે છે. ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રહેતા રોજના 120 જેટલા વાહનચાલકોને ધરમનો ધક્કો થઇ રહ્યો છે. આરટીઓ અધિકારીઓએ જણાવ્યુ કે, જૂનાગઢ આરટીઓ કચેરીમાં સારથી પોર્ટલમાં ટેકનિકલ ખામી સર્જાતા કામગીરી બંધ રહે છે. જેમાં જૂનાગઢ આરટીઓમાં છેલ્લા 28 દિવસમાં સર્વર ઠપ્પને કારણે કુલ 6 દિવસ તમામ કામગીરી બંધ રહી છે. સર્વર વારંવાર બંધ થઈ જવાને ડ્રાઇવીંગ ટેસ્ટમાં રોજીંદા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરના મળીને કુલ 120 કે તેથી વધુ અરજદારો આવી રહ્યા છે. જેને દૂર દૂરથી ધક્કો થઇ રહ્યો છે આમ સર્વર ઠપને કારણે અરજદારોને મુશ્કેલી વધી છે. સારથી પોર્ટલ સાથે ડ્રાઇવીંગ ટ્રેક જોડાયેલ‎ સારથી પોર્ટલ એપ્લિકેશન હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટેસ્ટ ટ્રેક સિસ્ટમ સાથે લિંક થઈ ગઈ છે.જેને કારણે જેટલીવાર સારથી પોર્ટલ બંધ થાય એ તમામ સમયમાં બંને ટ્રેક પરની કામગીરી બંધ રહે છે. જેેને કારણે દૂર-દૂરથી આવેલા અરજદારોને હાલાકી પડે છે. અડધો સ્ટાફ વસ્તીગણતરીમાં હોવાથી પણ લોકોને સમસ્યા જૂનાગઢ આરટીઓ કચેરીમાં કલાર્કની કામગીરીમાં આશરે 15 જેટલો સ્ટાફ છે. આમાંથી હાલ વસ્તીગણતરીની કામગીરી અડધા સ્ટાફને ફાળવવામાં આવી છે. જેને કારણે આરટીઓ કચેરીમાં ચાર્જમાં તેમજ એક વ્યક્તિને એકથી વધુ કામગીરી સોપાયેલી છે. જેને કારણે કામગીરી ધીમી થઇ રહી છે.